Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળીયાના જશાપર ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

માળીયાના જશાપર ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

રૂપિયા 30 લાખના ટેન્કર સહિત રૂ.44.76 લાખના મુદામાલ સાથે ચાર આરોપી ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા પંથકમાં અવાર નવાર કોલસો, ડીઝલ અને ગેસ ચોરીના બનાવ સામે આવે છે ત્યારે માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે જસાપર ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરવાની પેરવી કરતા ચાર શખ્સોને રૂ.30 લાખના ટેન્કર સહિત રૂ.44.76 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જશાપર ગામની ખરાવાડ વિસ્તારમાં દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલ ચોરવાની પેરવી કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગર નજીક જાખરના પાટીયે રહેતા આરોપી ટેન્કર ચાલક પ્રવેશસિંગ કાલીદાસસિંગ રાજપૂત, ટેન્કર ક્લીનર અમિતસિંગ ગોવિંદસિંગ રાજપૂત, ડીઝલ ચોરી કરનાર ધીરુભાઇ લક્ષ્મણભાઇ કાનગડ રહે.જશાપર અને ડીઝલ ચોરવામાં મદદ કરનાર આરોપી વસરામ રવજીભાઈ ખડોલા રહે.મોટી બરારને રંગે હાથ ઝડપી લીધા હતા.
વધુમાં માળીયા મિયાણા પોલીસે ઘટના સ્થળેથી જીજે – 12 – બીવી – 7662 નંબરનું ટેન્કર કિંમત રૂપિયા 30 લાખ, 29 હજાર લીટર ડીઝલ કિંમત રૂપિયા 14,74,423 તેમજ ડીઝલ ચોરવાના સાધનો, ખાલી બેરલ સહિત કુલ રૂપિયા 44,76,623ની કિંમતનો મુદામાલ કબ્જે કરી બીએનએસ કાયદાની કલમો મુજબ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments