મોરબી : મોરબીમાં સંગમ ફાઉન્ડેશન દ્વારા 23 માર્ચ ને શહીદ દિન નિમિત્તે પી.જી.પટેલ કોલેજ ખાતે ‘જરા યાદ કરો કુરબાની’ વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. જેમાં મોરબીના યુવા કવિ જલરૂપ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થી યુવાઓને દેશ ભક્તિના રંગે રંગાઈ તેવી કવિતા,ગઝલ,વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં સંગમ ફાઉન્ડેશનના સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, શિવાંગભાઈ નાનક અને પી.જી. પટેલ કોલેજના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.




