હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
મોરબી : SMVS સંસ્થાના આદ્ય સ્થાપક બાપજીનો મોરબીની ધન્ય ધરા ઉપર શિખર બધ્ધ મંદિરનો સંકલ્પ પૂરો થયો છે. મોરબીના કંડલા બાયપાસ રોડ પર નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ ભવ્યાતી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગાંધીનગરથી હરિકૃષ્ણ મહારાજ સાથે સત્ય સંકલ્પદાસજી સ્વામીના સાનિધ્યમાં 20 થી 23 માર્ચ એમ કુલ 4 દિવસ મોરબીની ધર્મપ્રેમી જનતાને અણમોલ લાભ મળ્યો. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ રાત્રે વચનામૃત પારાયણનું “Happy Family” વિષય પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રાત્રી વચનામૃત પારાયણના પ્રથમ ત્રણ દિવસ દ૨૨ોજ લગભગ ૮ હજાર જેટલા મહિલ-પુરુષ હરિભક્તોએ સ્વામીની અમૃતવાણી, નિકટ દર્શનનો લાભ તથા વ્હાલા હરિકૃષ્ણ મહારાજનો દિવ્ય અભિષેકનો લાભ લીધો હતો. રાત્રી વચનામૃત પારાયણના પુર્ણાહુતિના દિવસે 35 હજાર જેટલા હરિભક્તોએ દિવ્ય અકૂટ દર્શન, મહાપ્રસાદ તથા સ્વામીની અમૃતવાણી, નિકટ દર્શન અને આશિર્વાદ સભાનો લાભ લીધો હતો.
23 માર્ચ ને રવિવારે સવારે 8-30 વાગ્યે મંદિરથી મોરબીના વિવિધ રાજમાર્ગો ઉપર હરિકૃષ્ણ મહારાજ સાથે સંસ્થાના ગુરુજીસ્વામી તથાસંતો તથા ત્યાગી મુકતો તથા હજારો હરિભક્તો હાથી, ઘોડા, વિવિધ સ્પોટ અનેક બગી તથા 400 થી વધુ ફોર વ્હીલ અને 250 થી વધુ બાઈક દ્વારા આખા મોરબી શહેરના માર્ગો ઉપર અનેકાનેક મુમુક્ષુઓને દર્શન દાન આપ્યા હતા.
23 માર્ચના રોજ બપોરે 3 વાગ્યે SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તૈયાર થયેલ નવનિર્મિત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો 4 હજાર ભક્તોએ લાભલીધો અને મોરબીની જાહેર જનતા માટે મંદિર ખૂલ્લુ મૂકાયું. 23 માર્ચના રોજ સવારથી સામાજિક પ્રવૃતિના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 500 જેટલા હરિભક્તોએ રક્તદાન કર્યું હતું.
આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 40 જેટલા સંતો તથા 40 જેટલા ત્યાગી મૂકતો જોડાયા હતા તથા અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, મુંબઈ, હૈદરાબાદથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.








