મોરબી : મોરબી સિટી બી ડિવિઝન અને પીજીવીસીએલની ટિમ દ્વારા બે અસામાજિક તત્વોને ત્યાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન કટ કરી રૂ.3.09 લાખનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ ઝુંબેશ ચાલી રહી હોય મોરબી સિટી બી ડીવીઝન પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી બે અસામાજિક તત્વોના ઘરે જઈ ચેકીંગ કરાવતા વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. કાંતીનગર જુબેદા મસ્જીદ પાસે, મોરબીવાળાને રૂ.3.04 લાખ અને દિનેશભાઈ બાબુભાઇ ચૌહાણ રહે. બૌધ્ધનગર, મફતીયાપરા, નળીયાના કારખાના પાસે, નજરબાગ રેલ્વે સ્ટેશન સામે, મોરબી-2વાળાને રૂ. 4998નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરીમાં પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી , એન. એ વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા PGVCL મોરબી તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ
