મોરબી : માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામથી બાઈક લઈને દિઘડિયા જઈ રહેલા બે મિત્રોના બાઈક આડે હળવદના ટીકર નજીક ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલક આધેડનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી.
માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા સુરેશભાઈ રમેશભાઇ ઇન્દરિયા અને ગણપતભાઈ નરસીભાઈ ઝીંઝુવાડીયા ગત તા.22ના રોજ બાઈક લઈ દિઘડિયા ગામે માંડવામા જતા હતા ત્યારે ટીકર નજીક લખિયાસર તળાવ પાસે અચાનક. રોડ ઉપર ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ગણપતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સુરેશભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.