વાંકાનેર : વાંકાનેર શહેરમાં વેલનાથપરામા રહેતા બાબુભાઇ રાયસિંગભાઈ દારોદરા ઉ.74 નામના વૃદ્ધ ગત તા.4 માર્ચના રોજ પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે સ્ટેચ્યુ ચોક પાસે અચાનક પડી જગ્યા હતા. આ વેળાએ બાબુભાઈનું માથું ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.