મોરબી : મોરબીમાં લાંબા સમયથી રખડતા ઢોરના ત્રાસનો સળગતો પ્રશ્ન છે. આથી મોરબી મહાનગરપાલિકા બનતા જ મનપા દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી મહાનગરપાલિકાએ રસ્તા ઉપર રખડતા ૨૫૪ પશુઓને પકડીને ગૌશાળામાં મોકલ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાં ગત તા.૩/૦૩/૨૦૨૫ થી ૨૨/૦૩/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ તથા રાત્રી સમય દરમિયાન નવાડેલા રોડ, તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, સુભાષ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, રવાપર રોડ, આસ્વાદપાન, માધાપર, શનાળા રોડ અયોધ્યાપૂરી મેઇન રોડ, અવનિ ચોકડી, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલ થી સર્કિટ હાઉસ રોડ, જેલ ચોક જેવા વિવિધ વિસ્તારમાંથી કુલ ૨૫૪ પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ. તથા પકડેલ પશુ પૈકી ૨ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૧૨,૦૦૦ વસુલ કરી પશુ છોડવામાં આવેલ. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુ માલિકોને પોતાના માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ન મુકવા સૂચના આપવામાં આવી છે.