વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના રેલવે ફાટક પાસે બાઈક લઈને જઈ રહેલા ધમલપર ગામના રહેવાસી સલીમભાઈ વલીમામદભાઈ મુરડે ઉ.38 વાળાનું બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.