મોરબીમાં ૧૩.૨૬ લાખનો ચેક રીટર્ન કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષ કાયદેસર લેણું સાબિત કરી શક્યો ના હતો જેથી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે
ફરિયાદી એન્જીલો ટાઈલ્સ નામની ભાગીદારી પેઢી ધરાવતા હોય અને સિરામિક ફ્લોર ટાઈલ્સનું તેમજ તેને લગતી ચીજવસ્તુનું ઉત્પાદન કરી હોલસેલ અને રીટેલ વેચાણ કરે છે આરોપી જે આર કે ટાઈલ્સના પ્રો પ્રાઈટર છે અને આરોપી ગ્લેઝ ટાઈલ્સનો વેપાર કરે છે ફરિયાદી પાસેથી આરોપી ટાઈલ્સની ખરીદી કરતા હતા અને વેપારી સંબંધ હોય ઉધાર માલની ખરીદી કરેલ અને આરોપીએ ફરિયાદીને ઉધાર માલની ખરીદી પેટે બાકી નીકળતી લેણી રકમ રૂપિયા ૧૩.૨૬ લાખનો ચેક તારીખ ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ આપ્યો હતો
જે ચેક મોરબી HDFC બેંકની શાખામાં વટાવવા જતા ચેક રીટર્ન થયો હતો જેથી મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં આરોપી પક્ષે એવો બચાવ કર્યો હતો કે ચેક એ લેણી રકમ પેટે નથી જે કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રીઓ એમ એન સાંગાણી અને હિમશીખા એમ રાઠોડ રોકાયેલ હતા જેને કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી જે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈને કોર્ટ દ્વારા ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત ના કરી સકતા આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ એમ એન સાંગાણી અને હિમશિખા એમ રાઠોડ રોકાયેલ હતા
