મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક ગુરૂકૃપા હોટેલ પાસે નેશનલ હાઇવે ઉપર રાત્રીના સમયે એક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારતા સર્વિસ રોડ ઉપર કેમિકલની રેલમછેલ થઈ છે. એક ટ્રકે ટેન્કરને પલ્ટી મારતા ટેન્કર હાઇવે ઉપરથી નીચે ઉતરી સર્વિસ રોફ ઉપર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી મારતા સર્વિસ રોડ ઉપર આ કેમિકલ ઢોળાયું છે. જેને પગકે ધુમાડાના ગોટા ઉડયા હતા. ઉપરાંત આ રોડની પાછળ આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી અને સિદ્ધાર્થ સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટિમ દ્વારા રોડ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસની ટિમ પણ ઘટના સ્થળે છે. આ સર્વિસ રોડ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.