મોરબી શહેરના પંચાસર રોડ ઉપર જૂની અદાવતનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને પરાણે બાઇકમાં બેસાડી લઈ જઈ પાઇપ, ધોકા અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મિલ સામે ન્યુ જનક સોસાયટીમાં રહેતા ઇરફાન મહમદભાઈ પરમાર નામના યુવાને આરોપી સિકંદર, લાલો, વિશાલ કોળી, રેનિસ પાયક અને આરોપી અકરમ શાહમદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપીઓને તેમના કૌટુંબિક ભાઈ શાહરુખ સાથે ઝઘડો થયો હોય તમામ આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને શાહરૂખ ક્યાં છે તેમ પૂછી બાદમાં ફરિયાદી ઇરફાનને પરાણે બાઇકમાં બેસાડી પંચાસર રોડ ઉપર લઈ જઈ ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.