કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
આ સાથે તારીખ ૨૫/૦૩/૨૦૨૫ના વિસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ KK સરકાર ઇલેવન અને વલ્મિકી A ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં વાલ્મીકિ A ની જીત થઇ હતી. બીજી મેચ બાપા સીતારામ ઇલેવન અને વિનીત ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં વિનીત ઇલેવન ભુજ ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ફ્રેન્ડસ ઇલેવન ભાનાળા અને જય ભાલારા ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં ફ્રેન્ડસ ઇલેવન ભાનાળા વિજેતા થઇ હતી. ચોથી મેચ ZZZ ઇલેવન ભારાપર અને ખાવડા ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ZZZ ઇલેવન ભારાપર ટીમ ની જીત થઇ હતી. પાંચમી મેચ કુકમા C ઇલેવન ભુજ અને ABC ઇલેવન કાળીતલાવડી વચ્ચે રમાઇ જેમાં ABC ઇલેવન કાળીતલાવડી ટીમ ની જીત થઇ હતી. છઠ્ઠી મેચ જય માતાજી ઇલેવન ભુજપુર અને દ્વારકેશ ઇલેવન સણોસરા વચ્ચે રમાઇ જેમાં દ્વારકેશ ઇલેવન સણોસરા ની ટીમ વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહાનુભવો શ્રી મનીષભાઇ બારોટ, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઇ આહીર, યોગેશભાઇ ત્રિવેદી, રવિભાઇ ત્રવાડી, કિરણભાઇ ગોરી, ધમભા જાડેજા, ગોરધનભાઇ વાઘેલા, વાલજીભાઇ ધેડા, બ્રિજેશભાઇ મહેશ્વરી, રવિભાઇ ગરવા, પચાણભાઇ સંજોટ, પ્રફુલસિંહ જાડેજા, નરેશભાઇ પટેલ, વિશ્રામભાઇ યાદવ, રમેશભાઇ લોંચા, દીપકભાઇ ડાંગર, ધવલરાજ સોલંકી, રમેશભાઇ રબારી, જીતુભા ઝાલા, સંજયભાઇ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.






