Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં 6 એપ્રિલે રામનવમી નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં 6 એપ્રિલે રામનવમી નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે એટલે કે 6 એપ્રિલના રોજ સમસ્ત હિંદુ સમાજ દ્વારા દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા બપોરે 4 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસથી પ્રસ્થાન થશે અને ત્યાંથી નવા બસસ્ટેન્ડ બાપા સીતારામ ચોક થઈ નગરદરવાજા રામ મહેલ મંદિરે રાત્રે 12 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં 12થી વધુ વિવિધ ફ્લોટ્સ જોડાશે. મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાના રૂટ પર હિંદુ સમાજ દ્વારા સ્ટેજ ઉભા કરવામાં આવશે. શોભાયાત્રામાં 10થી વધુ સ્કૂલ પોતાના ટેબ્લો સાથે જોડાશે. શોભાયાત્રા દરમિયાન રાત્રે 8-30ની આસપાસ બાપા સીતારામ ચોક ખાતે આરતી કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયે રામ મહેલ મંદિર ખાતે આરતી કરવામાં આવશે.

આ શોભાયાત્રામાં મોરબી જિલ્લાના તમામ હિંદુ સમાજના સંગઠનો જોડાશે. આ શોભાયાત્રાનું આયોજન પણ સમગ્ર હિંદુ સંગઠનો અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા જ કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામ મહેલ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા દરમિયાન સ્ટોલ ઉભા કરનાર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેવી પણ આયોજકોએ અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments