વાંકાનેરના સરતાનપર નજીક પતરા ઉપરથી નીચે પડી જતા મજુરનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં સિમેન્ટના પતરાનું કામ કરતી વેળાએ ઉંચાઈ ઉપરથી પટકાતા વૃદ્ધ શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં વીસથી ત્રીસ ફૂટની ઉંચાઈ ઉપર સિમેન્ટના પતરાનું કામ કરી રહેલા ભીમભાઇ શિવાભાઈ સોલંકી ઉ.59 રહે. સાવરકુંડલા જી.અમરેલી વાળાનું ઉંચાઈ ઉપરથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.