મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વતની વૃધ્ધાએ પુત્રથી અલગ રહેવા જવાની જીદ કરતા પુત્રએ અલગ રહેવા જવાની ના પાડતા ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ અવધ એપાર્ટમેન્ટમાં રહેતા વનીતાબેન બાબુભાઇ કાંજીયા ઉ.59 નામના વૃધ્ધા સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને દિકરાથી અલગ રહેવા માટે જીદ કરતા હોવાથી પુત્રએ અલગ રહેવા જવાની ના પાડતા બાથરૂમમાં જઈ ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.