હળવદ તાલુકાના જુના અમરાપર ગામના પેટ્રોલપંપ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા લલિતભાઈ ઉર્ફે લાલજીભાઈ ઘનશ્યામભાઈ સિંહોરા નામના યુવાને વિરજીભાઈ દલવાડી રહે.અમરાપર નામના બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25ના રોજ આરોપી વિરજીભાઈ પોતાનું જીજે – 13 – કેકે – 5233 નંબરના બાઇકમાં પેટ્રોલપંપ ઉપરથી પેટ્રોલ ભરાવી બેફિકરાઈથી પુર ઝડપે પોતાનું બાઈક લઈને નીકળતા જીજે – 36 – એડી – 1582 નંબરના બાઈક ચાલક ગોપાલભાઈ ઘનશ્યામભાઈ સિહોરાના બાઈક સાથે અકસ્માત સર્જતાં ગોપાલભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ લલિતભાઈ ઉર્ફે લાલજીભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.