Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ બસ બંધ કરાતા મુસાફરો રઝળી પડ્યા

ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ બસ બંધ કરાતા મુસાફરો રઝળી પડ્યા

હળવદ પંથકના છેવડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અમુક અધિકારીઓના પાપે બંધ કરી દેવામાં આવી છે અનેક વાર હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મૌખિક તેમજ ટેલીફોનિક રજૂઆત કરવા કરવા છતાં આજ દીન સુધી આ નિભંર એસટી તંત્ર જાગતું નથી આ બસ બંધ થતા છેલ્લા ઘણા વર્ષોથી એકમાત્ર બસ ધાંગધ્રા વાયા વાકાનેર હળવદ ચાલતી હતી જે સવારે ધાંગધ્રા થી 7 ઉપડતી હતી અને આવકમાં રાજકોટ થી બપોરના 1 વાગે ઉપડતી જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડતી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા અચાનક છેલ્લા ઘણા સમયથી બસ બંધ કરી દેતા છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીમાં નોકરી ધંધો ધર સામાન ખરીદી માટે મુશ્કેલીનું સામનો કરવો પડે છે છેવાડાના વિસ્તારમાં ગામડામાં જતી એકમાત્ર બસ અચાનક બંધ થતા ગ્રામ્ય વિસ્તારના લોકો રખડી પડ્યા છે

કાળજાળ ગરમીમાં ન છૂટકે સટલ રિક્ષા સહિત પેસેન્જર ગાડીઓનો સહારો લેવો પડી રહ્યો છે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? છેવાડા ના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકો માં રોષની લાગણી જોવા મળી રહી છે, ધાંગધ્રા હળવદ વાંકાનેર રાજકોટ મથકને જોડતી એકમાત્ર બસ બંધ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને હળવદ બસ સ્ટેન્ડ ઉદઘાટન વખતે રૂબરૂ રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં બસ ચાલુ ન કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળે છે, મજાક પુરતી એક બે દીવસ ચાલુ કરી બંધ કરી દેવામાં આવી છે ,શું હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય એકમાત્ર બસ પણ ચાલુ નથી કરાવી શકતા એવી પણ શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે, છેવાડાના વિસ્તારના લોકો બહુ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે જીવના જોખમે પ્રાઇવેટ વાહોનો સહારો લેવો પડે છે જો ધારાસભ્યમાં તાકાત હોય તો વર્ષોથી ચાલતી આ બસ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments