મોરબી અને માળિયા (મી.) પંથકમાંથી ખોવાયેલ ૨૩ જેટલા મોબાઈલ મોરબી સિટી બી ડિવિઝન, મોરબી તાલુકા અને માળિયા તાલુકા પોલીસે શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે.
મોરબી જીલ્લાના અરજદારોના ખોવાયેલા તથા ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પો. કોન્સ. દેવાયતભાઈ રાઠોડ તથા માળીયા મીયાણા પોસ્ટે ના પો.કોન્સ રાજદિપસિંહ ઝાલા તથા મોરબી તાલુકા પો.સ્ટે ના પો.કોન્સ શોભનાબેન મેરે CEIR પોર્ટલનપ ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૨૩ જેટલા આશરે ૩,૪૦,૪૮૬ની કિંમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.


