મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કુદરતી હાજતે ગયા બાદ પરત આવ્યો ન હતો અને બાદમાં આ યુવાનનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી નજીક આવેલ મેગાટ્રોન સિરામિક ફેક્ટરીમાં કામ કરતો મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોવિંદપુરા ગામનો વતની વિશાલ ગોવિંદભાઇ રાવળ ઉ.20 નામનો યુવાન ગત તા.24 ના રોજ કારખાના પાછળ આવેલ પાણીના ખાડા નજીક કુદરતી હાજતે ગયા બાદ પરત ન આવ્યો ન હતો. દરમિયાન ગત તા.27ના રોજ આ યુવાનનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.