હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી લઈ ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી રોકડા રૂપિયા 31,620 કબ્જે કર્યા હતા.
હળવદ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢ ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી જેરામભાઈ મેરાભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ, મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે. શીરોઈ, ધારાભાઈ દેવશીભાઇ રાતડીયા રહે. કડીયાણા, મહેશભાઇ બાલાભાઈ જીંજવાડીયા રહે. પાંડાતીરથ તેમજ મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઈ પાટડીયા રહે. સુંદરગઢ નામના આરોપીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂ.31,620 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.