હળવદ : હળવદ પોલીસે સરા ચોકડી નજીકથી બાતમીને આધારે વાહનમાં ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને ધકેલાઈ રહેલા 10 જીવિત પાડાના જીવ બચાવી લઈ જીવદયા પ્રેમીની ફરિયાદને આધારે અમદાવાદના બે શખ્સ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા અચરવા સબબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
માળીયા મિયાણા અમદાવાદ હાઇવે ઉપર હળવદની સરા ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી જીજે- 01- ઇટી – 4180 નંબરના ટાટા યોદ્ધા વાહનને ઝડપી લઈ વાહનમાં ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહેલ 10 જીવિત પાડા મુક્ત કરાવી મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ અમદાવાદ રહેતા આરોપી જાવેદખાન ઇકબાલખાન તેમજ આરોપી નદીમ સીદીકભાઈ મેવાતી રહે.અમદાવાદ નામના શખ્સને અટકાયતમાં લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદના જીવદયા પ્રેમી કિરણકુમાર રજનીકાંત પંડ્યાની ફરિયાદને આધારે પશુ પ્રત્યે ક્રૂરતા અચરવા અંગે ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.