વાંકાનેર : વાંકાનેર શહેરમાં દિવાનપરા વિસ્તારમાં રહેતા નમીરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના વ્યક્તિએ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાની ઘેર બાથરૂમમાં ઓઢણા વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.