ટંકારા પોલીસ ટીમેન મિતાણા ગામમા આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે મિતાણા ગામે રામજી મંદિર વાળી શેરીમાં દરોડો પાડી આરોપી કિશન મગનભાઈ બસિયા ઉ.27 રહે.મિતાણા નામના આરોપીને રોકડા રૂપિયા 1800 તેમજ 4 અલગ – અલગ મોબાઈલ સાથે ઓનલાઈન ગુરુ એપ્લિકેશન મારફતે હારજીતનો રન ફેરનો થાય – ન થાય નો જુગાર રમાડતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1800 તેમજ 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 11,000 સહિત 12,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઇપીએલ ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો લેવાના આ કિસ્સામાં આરોપી કિશનની પૂછપરછ કરતા કબુલ્યું હતું કે, આરોપી સાગર લાખાભાઈ બસિયા અને આરોપી વિક્રમ જેઠાભાઇ બસિયા રહે.બન્ને મિતાણા નામના શખ્સો મોબાઈલ ફોનમાં વોટ્સએપ કોલ કરી ક્રિકેટનો સટ્ટો રમતા હતા. જેથી પોલીસે સાગર અને વિક્રમને ફરાર જાહેર કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
