હળવદ : શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરનાર તત્વો સામે હળવદ પીજીવીસીએલ તંત્ર આકરા પાણીએ બની ગયું છે. તેમાં કોઈ પણ ચમરબંધીને બક્ષવામાં નહિ આવે તેવી વ્યવસ્થા સાથે પીજીવીસીએલ ના સુપ્રીમટેન્ડન્ટ નાયબ ઈજનેર માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વીજ ચેકીંગ દરમિયાન હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ, અજીતગઢ,ખોડ ,જોગડ,ધનાળા, મયુરનગર ,ઘનશ્યામપુર, કડીયાણા, ચિત્રોડી, ઈશ્વરનગર, સુસવા અને હળવદ સીટી વિસ્તારમાંવીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ
જેમાંથી ઘનશ્યામગઢ અજીતગઢ ખોડ જોગડ ધનાળા મયુર નગર સહિતના ગામોમાં 34 ટીમો દ્વારા 462 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 55 કનેક્શનમાં ગેરરીતે ઝડપાઈ હતી જે બદલ 26, 47 લાખનો દંડ ફટકાર્યો હતો, અન્ય ઘનશ્યામપુર અને હળવદ શહેરમાં 21 ટીમો દ્વારા 227 વિજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 35 ગેરરીતી ઝડપાઈ હતી જે બદલ 25.38 લાખનો દંડ ફટકારોમાં આવ્યો હતો. કડીયાણા ચિત્રોડી ઈશ્વર નગર સુસવા 19 ટિમો દ્વારા 131 વિજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 22 માં ગેરરીતી ઝડપાઈ હતી જે બદલ 26.10 લાખનો દંડ ફટકાર્યો હતો.
હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં કુલ 74 ટીમો દ્વારા 820 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 112 વીજ કનેક્શન માં ગેરરીતી ઝડપાઈ હતી.77.95 દંડ ફટકાર્યો,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકીંગની વાત વેગે પ્રસરી હતી તેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સમગ્ર કામગીરીમાં હળવદ પીજીવીસીએલના કાર્યપાલ ઈજનેર કે જે પાઘડાળ, જે એલ બરંડા નાયબ ઇજનેર, એમ.એમ ચૌધરી નાયબ ઈજનેર સહિતનો પીજીવીસીએલ સ્ટાફ જોડાયો હતો.
