મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં એલસીબી પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની – મોટી 66 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે વિદેશી દારૂ સંગ્રહી વેચાણના આ કિસ્સામાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે ફરાર જાહેર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શનાળા રોડ હાઉસિંગ બોર્ડ કવાટર્સમા દરોડો પાડી આરોપી મનોજ કિશોરભાઈ ખારેચાના કબ્જામાંથી વિદેશી દારૂની 750 મીલીની 6 તેમજ 375 મીલીની 60 અડધિયા બોટલ કિંમત રૂપિયા 24,366નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂના આ ધંધામાં દિગુભા જાડેજા રહે.કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર રોડ વાળાની સંડોવણી કબુલતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.