વાંકાનેરના ભલગામમા ટીપણામા છુપાવેલો વિદેશી દારૂ મળ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે આરોપી યુવરાજ ભીખુભાઈ ધાધલના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ફળિયામાં પડેલા બ્લ્યુ કલરના પ્લાસ્ટિકના ટીપણામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 27 બોટલ કિંમત રૂપિયા 16,436 મળી આવતા પોલીસે આરોપી યુવરાજને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.