વાંકાનેર શહેરના પરશુરામ પોટરી વિસ્તારમાં પુત્ર સાથે ઝઘડો કરનાર બે ભાઈઓએ યુવાનના ઘેર આવી યુવાનના માતા તેમજ દાદીમાને ઇટના છુટા ઘા મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા જમનાબેન શૈલેષભાઇ સોલંકી નામના મહિલાએ આરોપી મિતુલ મુકેશભાઈ ગૂંગડીયા અને ભોલિયો મુકેશભાઈ ગૂંગડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓએ ફરિયાદીના નિખિલ સાથે ઝઘડો કર્યા બાદ ઘરે આવી ઇટોના છુટા ઘા મારતા જમનાબેન તેમજ તેમના સાસુ ઉજીબેનને ઇજાઓ પહોંચતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.