મોરબીમાં મંગળવારે સાંજના સમયે ઘુંટુ રોડ ઉપર કાળમુખા ટ્રક ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.
મોરબીના ઘુંટુ રોડ ઉપર સાંજના સમયે બાઈક લઈને જઈ રહેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સાવન મામજીભાઈ પાટડીયા ઉ.18 તેમજ યશ રમેશભાઈ માજુસા ઉ.21 નામના યુવાનના બાઇકને ટ્રક ટ્રેલર ચાલકે હડફેટે લેતા સાવનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યશને પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.