વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કેપટાઇલ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા લાલા કુમાર તાસવાન ઉ.20 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.