વાંકાનેર : વાંકાનેર શહેરના રસાલા રોડ ઉપરથી સીટી પોલીસે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર હારજીત તેમજ રનફેર ઉપર સોદો લખાવી રહેલા આરોપી વિવેક ઉર્ફે બોબી વિનયચંદ્ર મારું ઉ.49 રહે.ઝાપા શેરી, મેઈન બજાર, વાંકાનેર વાળાને ઝડપી લઈ પૂછપરછ કરતા ક્રિકેટ સટ્ટાનો સોદો આરોપી ક્રિપાલસિંહ ઝાલા સાથે કરી રહ્યો હોવાનું કબૂલતા પોલીસે રોકડા રૂપિયા 1650, એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી કુલ 6,650નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.