Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના ઘનશ્યામગઢની સીમમાં ધમધમતી જુગાર કલબ ઉપર રેઇડ, રૂ. 7.58 લાખ સાથે...

હળવદના ઘનશ્યામગઢની સીમમાં ધમધમતી જુગાર કલબ ઉપર રેઇડ, રૂ. 7.58 લાખ સાથે 9 ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9 આરોપીઓ 7.58 લાખની રોકડ તેમજ કાર સહિત 9.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન જુગાર કલબનો સંચાલક એવો વાડી માલિક હાજર નહિ મળી આવતા પોલીસે દસ આરોપી વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આરોપી બચુભાઇ જીવરાજભાઈ સંઘાણીએ પોતાની વાડીમાં જુગારધામ શરૂ કરી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા વાડીમાં જુગાર રમી રહેલા દિલીપભાઇ ઉર્ફે અમુ કરશનભાઇ વામજા, શંકરભાઇ બેચરભાઇ, નીતેશભાઇ રતીલાલભાઇ આદ્રોજા, કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા , કેશુભાઇ બાબુભાઇ થળોદા, મુકેશભાઇ ગોરધનભાઇ કૈલા, રણજીતભાઇ ગગજીભાઇ ચૌહાણ રહે ગામ કોંઢ, સુરૂભા હનુભા ચૌહાણ, હરેશભાઇ અગરસંગભાઇ પરમાર નામના શખ્સો રોકડા રૂપિયા 7,58,500 તેમજ એક કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 9,58,500ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક અને જુગારધામનો સંચાલક એવો આરોપી બચુભાઇ જીવરાજભાઇ સંઘાણી, રહે. નવા ઘનશ્યાગઢ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે દસેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments