મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામની ગોળાઈમાં સ્વીફ્ટ કારના ચાલકે ટક્કર મારતા એરફોર્સના અધિકારીની કાર ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા આ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે એરફોર્સના અધિકારીએ અકસ્માત સર્જનાર સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગઇકાલે રાત્રીના સમયે એરફોર્સની ટાટા કંપનીની કાર લઈને જઈ રહેલા મૂળ મહારાષ્ટ્ર અને હાલમાં ગાંધીનગર કલોલ ખાતે વડસર યુનિટમાં રહેતા એરફોર્સના અધિકારી રાજેન્દ્રકુમાર નવનિત પાટીલની 17c 104752 k નંબરની કારને જીજે – 12 – બીઝેડ – 9164 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે પાછળથી ઠોકર મારતા એરફોર્સ અધિકારીની કાર રોડની સાઈડમાં પડેલા ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા કારમાં બેઠેલા સાહેદ ટીકુકુમાર ભોજપાલસિંગ જાટ અને માનસકુમાર રામદેવ તિવારીને ઇજાઓ પહોંચતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.