માળિયા મિયાણા નેશનલ હાઇવે પર ઓનેસ્ટ હોટેલ નજીકથી પોલીસે કારમાંથી રૂ.૨.૬૯ લાખના વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફથી આવતી ક્રિયા સેલટોસ કાર રજી નં. GJ-39.CH-54.30માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂ ડેનીમ ૩૦ ઓરેંજ વોડકા બ્રાન્ડની બોટલ નંગ ૪૨૦ જેની કિ. રૂ. ૨,૬૯,૨૨૦/- સાથે મહેશભાઇ દેવાભાઈ ખીટ ઉ.વ ૩૦ ધંધો મજુરી રહે-હાલ જશોદાનગર તા-ભચાઉ અને બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીટઉ.વ.૩૦ રહે-હાલ-ચીરાઈ તા-ભચાઉને પકડી લીધા છે. આ ઉપરાંત દારૂનો જથ્થો આપનાર દેવા નામના શખ્સનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
