મોરબી : મોરબી જિલ્લામાં શ્રમજીવી પરિવારના માસૂમ પુત્રને ઝેરી જનાવર કરડી જતા તે બેભાન બની ગયો હતો. આથી તેને બેભાન અવસ્થામાં સારવાર અર્થે મોરબીની નામાંકિત આયુષ હોસ્પિટલમાં ખસેડાતા આ હોસ્પિટલના તજજ્ઞ ડોકટરોએ સઘન સારવાર કરતા બાળક ભયમુકત બની ગયો હતો. આયુષ હોસ્પિટલે વધુ એક ગંભીર કેસમાં બાળકની અમૂલ્ય જિંદગી બચાવી છે.
૮ વર્ષ ના બાળકને રમતા રમતા હાથમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું ત્યાર બાદ તેને ખેંચ આવી હતી અને અર્ધ ભાન અવસ્થા થઈ ગયેલ હતી. ત્યાર બાદ બાળકને આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લાવેલ. ત્યાં તપાસ કરતા જણાયું કે બાળક બેભાન અવસ્થામાં હતું અને પોતાના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલ હતા. આયુષ હોસ્પિટલની બાળરોગ વિભાગની ટીમ એ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલ હતી અને તેને શ્વાસ ના મોટા મશીન (વેન્ટિલેટર) પર રાખવામાં આવેલ હતું. બે દિવસ ની સઘન સારવાર બાદ બાળકની તબિયત નોર્મલ થઈ ગયેલ હતી એટલે બાળકને તંદુરસ્ત કરી રજા આપવામાં આવેલ હતી.આ દર્દીના પરિવાર દ્વારા આયુષ હોસ્પિટલનો આભાર માનવામાં આવ્યો હતો.
