મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં ભૂગર્ભ ગટર અને વરસાદના પાણીના નિકાલને લઈને મોરબી જિલ્લા ભાજપ કીશાન મોરચાના મહામંત્રી કેતનભાઈ બોપાલિયા દ્વારા મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મહેન્દ્રનગર ગામમાં R&Bનું હળવદ રોડ અને મહેન્દ્રનગર ચોકડીથી કાલીન્દ્રી નદી સુધી રોડનું કામ ચાલે છે. તેમાં હળવદ રોડ ઉપર સર્વિસ રોડ બનાવેલ છે. તે સર્વિસ રોડ નીચે ભૂગર્ભ ગટર આવેલી છે જે તૂટી ગઈ છે. આ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર નીકળે છે. તેમજ મહેન્દ્રનગરથી કાલીન્દ્રી નદી સુધી ભૂગર્ભ ગટર હતી. મહેન્દ્રનગરની ઘણી સોસાયટીઓમાં પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. બધી સોસાયટીમાં રહેવાસીને ચોમાસામાં વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય એમ છે. ત્યારે આ અંગે સર્વે કરીને તાત્કાલિક ધોરણે વરસાદના પાણીનો નિકાલ વ્યવસ્થિત કરવા માંગ ઉઠવા પામી છે.