મોરબી: આજે પણ રામરાજય વ્યવસ્થાને શ્રેષ્ઠ રાજયવ્યવસ્થા તરીકે ગણવામાં આવી છે. જયારે સમાજમાં સત્ય ઉપર અસત્યનો, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતાનો અને સદાચાર ઉપર દુરાચારનો અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામ જન્મ લઇ રામનવમી ના દિવસે અવતરિયા આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહિ પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્યતિત કર્યુ.
શ્રી રામે તેમના જીવનમાં લગભગ બધુ જ ત્યાંગીને છતાં પૂર્ણ પુરુષોત્તમ બન્યા. ઋષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી શ્રી રામના આર્દશ જીવનના દરેક પાસાઓને આપણી સમક્ષ રજુ કર્યા. રામના આર્દશો એટલા ઉંચા હતા કે તેમને સુખ દુઃખ વચ્ચે બહુ તફાવત જણાતો નહિ. રામની અંદર કરુણાનો ભાવ પણ અનહદ હતો. ત્યારે રામે પોતાના વ્યકિતગત હિતને બાજુએ મુકીને એક રાજાની પોતાની પ્રજા પ્રત્યેની ફરજ સર્વોચ્ચ સ્થાને છે તે આદર્શ રજુ કર્યો.આમ, રામનવમી એટલે માત્ર રામનો જન્મ દિવસ જ નહિ પરંતુ એક મહાન વ્યકિતના આદર્શ જીવનની શરુઆત, ચાલો આપણે આ રામનવમીના દિવસે શ્રી રામને યાદ કરીએ અને તેના આદર્શ જીવનને અનુસરવાનું પ્રેરણા લઈએ…ભગવાન શ્રી રામ પાસે પ્રાથના કરીએ કે દેશ અને દુનિયામાં માનવ અસ્તિત્વ સામે જે ઝોખમ ઊભું થયું છે તેમાં સમસ્ત વિશ્વને આ મારામારી માંથી મુક્તિ અપાવી માનવ કલ્યાણ કરે ..રામનવમી ની શુભકામનાઓ…જય શ્રી રામ…- દેવેન રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ / શ્રી વડવાળા યુવા સંગઠન-મોરબી)