મોરબી : ભાજપના 46માં સ્થાપના દિવસના અનુસંધાને આગામી તારીખ 8 એપ્રિલના રોજ મોરબીમાં ભાજપ દ્વારા સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે સાંજે 5 કલાકે મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના સક્રિય સભ્યનું સંમેલન યોજાશે. જેમાં વિધાનસભા વિસ્તારના સંગઠનના પૂર્વ હોદ્દેદારો તેમજ સંગઠનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં સક્રિય સભ્યોને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
