Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના શનાળા રોડ પર રસ્તામાં તેલ ઢોળાતા સાત વાહનો લપસ્યા

મોરબીના શનાળા રોડ પર રસ્તામાં તેલ ઢોળાતા સાત વાહનો લપસ્યા

ભાજપના મહામંત્રી ભુપત જરીયા તુરંત ફાયર ટીમને જાણ કરતા પાણીનો છટકાવ કરાયો

શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક રસ્તા પર તેલ ઢોળાયું હતું જેથી સાત જેટલા વાહનચાલકો સ્લીપ થઈને પડી ગયા હતા વધુ કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પૂર્વે ભાજપના મહામંત્રી ભુપતભાઇ જારીયા એ ફાયર ટીમને જાણ કરતા તાકીદે કામગીરી શરુ કરવામાં આવી હતી

મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે રસ્તા પર તેલ ઢોળાયું હતું શહેર ભાજપ મહામંત્રી ભુપતભાઈ જારીયાને બાબત ધ્યાને આવતા તુરંત મોરબી ફાયર ટીમને જાણ કરી હતી ભાજપ અગ્રણી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રસ્તા પર તેલ ઢોળાયું હોવાથી સાત જેટલા વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી ભુપતભાઈ જારીયાએ તાકીદે મોરબી ફાયર ટીમને જાણ કરી હતી ફાયર ટીમે ભુપતભાઈ જારીયાની ઉપસ્થિતિમાં રોડ પર ઢોળાયેલા તેલ પર માટી અને પાણીનો છંટકાવ સહિતની કામગીરી કરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments