મોરબી નજીક ફેકટરીમાં કાપડના રોલના પટ્ટા ઉપર પડી જતા બાળ તરુણનો ભોગ લેવાયો
મોરબી : બાળકો અને તરૂણો પાસે શ્રમ કરાવવો ગુંન્હો બનતો હોવા છતાં મોરબી જિલ્લામાં બાળ શ્રમિકો પાસેથી કામ લેવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે રંગપર નજીક એક પોલીપેક કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માત સર્જાતા મહીસાગર જિલ્લાના વતની સગીરનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ રેન્બો ફેબપેક નામના કારખાનામાં ગઈકાલે નોન વુવન કાપડના રોલના પટ્ટા ઉપર પડી જતા ગરમ રોલર સાથે અથડાતા દાજી જવાથી કિરણભાઈ પર્વતભાઈ કટારા ઉ.15 નામના સગીર, રહે.હાલ કારખાનાની ઓરડીમાં મૂળ રહે.હઠીપુરા તા.સંતરામપુર, જિલ્લો મહીસાગર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.આ ઘટનામાં હવે ફેકટરીના સંચાલક સામે બાળ મજૂરીનો ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી કરાશે.