મોરબીમાં 12 એપ્રિલે વીએચપી બજરંગદળ દ્વારા સામૂહિક સૂર્યનમસ્કાર
મોરબી : આગામી તારીખ 12 એપ્રિલના રોજ મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા બાલોપાસના દિવસ નિમિત્તે શ્રી હનુમાન જન્મોત્સવના દિવસે સવારે 5-45 વાગ્યા થી 7-30 વાગ્યા સુધી સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે આ સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાશે. જેમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. ભાગ લેવા માટે 11 એપ્રિલ ને શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ચેતનભાઈ પાટડીયા મો.નં. 8511111080, ભાર્ગવભાઈ ભાટીયા મો.નં. 9924004076, તેજલબેન કણજારિયા મો.નં. 7861866975, દેવાંગીબેન વ્યાસ મો.નં. 9484965667 પર સંપર્ક કરવા જણવાયું છે. આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, આયુષ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, વિનય કરાટે એકેડમી અને યોગોમ યોગ ક્લાસિસનો સહયોગ મળી રહ્યો છે.