મોરબી – હળવદ હાઇવે ઉપર આંદરણા ગામથી સીએનજી રીક્ષા લઈને નીકળેલા રીક્ષા ચાલક માટે રોજી રોટી જ મૃત્યુનું કારણ બની હોવાનું સામે આવ્યું છે. હાઇવે ઉપર રીક્ષામાં અચાનક આગ લાગતા દાઝી ગયેલા રીક્ષા ચાલકનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ ચાવડા ઉ.35 નામનો યુવાન ગત તા.1 એપ્રિલના રોજ સવારે પોતાની રીક્ષા લઈ મોરબી આવતા હતા ત્યારે ઉંચી માંડલ ગામથી ઘુંટુ વચ્ચે નર્મદા કેનાલ પાસે રીક્ષામાં અચાનક આગ લાગતા વસંતભાઈ દાઝી જતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.7ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.