હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર રસોઈ બનાવી રહેલા સોનલબેન રૈયાભાઈ સરૈયા ઉ.45 નામના પરિણીતા ચાલુ ચૂલામાં કેરોસીન રેડતા હતા ત્યારે કેરોસીન ભરેલા પાત્રનું ઢાંકણ બંધ ન થતા કેરોસીન સોનલબેનના કપડા ઉપર ઢોળાતા ચૂલાની આગ અડી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.