વાંકાનેર : વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ધરમનગર વિસ્તારમાં ગત તા.26માર્ચના રોજ પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવા પ્રકરણમાં પરિણીતાના પિતાએ પોતાની દીકરીને મરવા મજબુર કરનાર પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં પંચાસર રોડ ઉપર ધરમનગરમાં ગત તા.26 માર્ચના રોજ જસવંતીબેન નામના પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવમાં મૃતક જસવંતીબેનના પિતા અરજણભાઈ માંડાભાઈ ભરડા રહે.નાવદ્રા તા.વેરાવળ ગીર સોમાનાથ વાળાએ જસવંતીબેનને મરવા મજબુર કરનાર આરોપી નિલેશભાઈ મેણસીભાઈ કરગઠિયા, અલ્પેશ મેણસીભાઈ કરગઠિયા અને આરોપી સંજય રાણાભાઈ રાઠોડ રહે.ખેરા ગામ, તા.માળીયા હાટીના વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.