ટંકારા : (ચુંવાળીયા કોળી) સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા તા.10-4-2025 અને તા. 11-4-2025 ને શુક્રવારના રોજ ટંકારામાં ખાતે મહાયજ્ઞોત્સવનું આયોજન બાબરીયા પરિવારના સુરાપુરા ધામ, મુ. ટંકારા છાપરી, મોરબી નેશનલ હાઇવે, ટોળ-અમરાપર રોડ, નદી કાંઠે, જી. મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ દિવસે તા. 10ના રોજ ધજાના સામૈયા, ડાક ડમરુ કાર્યક્રમ, બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા. 11 એપ્રિલના મહાયજ્ઞ, મહાપ્રસાદ, ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન જાણીતા કલાકાર સાગરદાન ગઢવી અને ગોવિંદભાઈ ગઢવી દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા બાબરીયા કુટુંબ, તમામ મઢના ભૂવાઓ, વડીલો જહેમત ઉઠાવી રહ્યા છે.



