“ ઉમિયા માં ના તેડા” અંતર્ગત હળવદ ખાતે ઉમિયા માતાજી ના મંદિરમા મા ઉમિયાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ આનંદમય પ્રસંગ નિમિતે તક્ષશિલા વિધાલય દ્વારા માત્ર આ વર્ષ પૂરતું પાટીદાર વિધાર્થીઓ ધોરણ 9 માં સ્કોલરશીપ મેળવી શકે તે માટે પાટીદાર ટેલેન્ટ પુલ ટેસ્ટ (PTPT) નું આયોજન કરેલ છે.ધોરણ 8 પાસ થનાર વિધાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપીને મેરિટ માં આવશે તેમને આ વર્ષે ધોરણ 9 અને આવતા વર્ષે ધોરણ 10 માં 100% થી માંડી 40% સુધીની સ્કુલ ફીમાં સ્કોલશીપ મળશે.PTPT પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પાટીદાર વિધાર્થીઓની સંખ્યાના આધારે 10 થી 30 જગ્યાઓ માટે મેરિટ બહાર પાડવામાં આવશે..
પાટીદાર ઉત્કર્ષ સમિતિ હળવદ દ્વારા હળવદની તક્ષશીલા સંકુલમા અભ્યાસ કરવા માટે જ આ યોજના અમલ માં મૂકેલ છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ તા. 14 એપ્રિલ અને 3 મે, 2025 ના રોજ તક્ષશીલા સંકુલ ખાતે સવારે 1૦ઃ૦૦ થી 12:00 વાગ્યાની વચ્ચે યોજાશે. આ ટેસ્ટ આપવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનુ નથી. નક્કી કરેલા ઉપરોક્ત બે દિવસે અને સમયે વિધાર્થીએ હાજર થઈને પરીક્ષા આપવાની રહેશે.આ એન્ટ્રન્સ પરીક્ષા માં ધોરણ 8 ના ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન ના 50 માર્ક્સ ના MCQ પ્રશ્નોની ટેસ્ટ હશે.વધુ વિગતો જણાવતા તક્ષશીલા સંકુલ ના એમ.ડી ડો.મહેશ ગરધરિયાએ જણાવ્યું હતું કે હળવદમાં ઉમિયા માતાજીના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો પાટીદાર સમાજ ને વિશેષ શું ડોનેશન આપી શકીએ ? તો પાટીદાર સમાજના હોશિયાર અને જરૂરિયાત મંદ વિધાર્થીઓને સ્કૂલ ફીમાં સ્કોલશીપ આપીને પાટીદાર સમાજ પ્રત્યે ઋણ અદા કરવાનો એક નવો વિચાર અમલમાં મૂક્યો છે. માં ઉમિયા સહુ વિધાર્થીઓને વિદ્યાદાન આપી તેજસ્વી બનાવે તેવો આ પાટીદાર ટેલેન્ટ પુલ ટેસ્ટનો હેતુ રહેલો છે.સંસ્થાના ટ્રસ્ટી રમેશભાઈ કૈલાએ જણાવ્યું હતું કે આ યોજના ના લાભ હળવદ તાલુકાના ,મોરબી જિલ્લાના અને સમગ્ર ગુજરાતના ધોરણ 8 પાસ કરનાર વિધાર્થીઓ લઈ શકશે.