મોરબી : કચ્છના રાપરથી પદયાત્રા કરી ચોટીલા જઇ રહેલા બે પદયાત્રીઓને ડમ્પર ચાલકે ભીમસર ઓવરબ્રિજ પાસે હડફેટે લઈ અકસ્માત સર્જતાં એક પદયાત્રીનું મૃત્યુ નીપજ્યું હતું અને એક પડયાત્રીને ઇજાઓ પહોંચતા બનાવ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
કચ્છના રાપર ગામે રહેતા શામજીભાઈ ખોડાભાઈ ગોહિલ ઉ.30 નામના યુવાને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ તેમજ અન્ય ચાર વ્યક્તિ રાપરથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પદયાત્રા કરીને જતા હતા ત્યારે ગત તા.7ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદી શામજીભાઈ અને તેમની સાથે રહેલા દિનેશભાઇ માવજીભાઈ ગોહિલ ઉ.24 નામના યુવાન ભીમસર ચોકડી ઓવરબ્રિજ પાસે પહોંચતા જ ડમ્પર નંબર જીજે – 12 – બીવાય – 0002 નંબરના ચાલકે બન્નેને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમા દિનેશભાઇ માવજીભાઈ ગોહિલ ઉ.24 રહે.રાપર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ફરિયાદી શામજીભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.