હળવદ : હળવદ તાલુકાના કીડી ગામે ટ્રક ડ્રાઇવરે બંધાવેલ ટીફીનમાં રોટલી સારી આવતી ન હોય જેથી ટિફિન આપનાર મારાજને ફોન કરી સારી રોટલી મોકલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા મારાજ અને બે અજાણ્યા શખ્સોએ બે ટ્રક ચાલક રાત્રે સૂતા હતા ત્યારે ધોકા – પાઇપ સાથે હુમલો કરતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કીડી ગામે મીઠાના ગંજમાં રહેતા મૂળ કચ્છ ભચાઉના ટ્રક ચાલક દેવાભાઈ રાણાભાઈ ભુંભરીયા અને તેમના સાથી ટ્રક ચાલક આરોપી મનુ મારાજ રહે.કીડી ગામ વાળા પાસે ટિફિન બંધાવ્યું હોય જેમાં રોટલી સારી આવતી ન હોવાથી મનુ મારાજને ફોન કરી ટિફિનમાં સારી રોટલી મોકલવાનું કહેતા મનુ મારાજ ઉશ્કેરાઈ ગયા હતા અને ફોનમાં ઝઘડો કર્યો હતો. બાદમાં રાત્રીના સાડા અગિયાર વાગ્યે મનુ મારાજ અને બે અજાણ્યા શખ્સ ફરિયાદી દેવાભાઈ જ્યાં સુતા હતા ત્યાં આવ્યા હતા અને અચાનક પાઇપ – ધોકા વડે હુમલો કરતા દેવાભાઈ અને જેમાભાઈને ઇજાઓ પહોંચતા બન્નેને સારવાર માટે હળવદ ખસેડવા પડ્યા હતા. હાલમાં પોલીસે દેવાભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.