ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટિયાળી ગામથી જબલપુર ગામના પાટિયા તરફ જઈ રહેલા બાઈક ચાલકને પુરપાટ ઝડપે જતા નંબરપ્લેટ વગરના કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લેતા આ ગંભીર અકસ્માતના પુત્રની નજર સામે જ માતનું મૃત્યુ નીપજ્યું હતું.
ગત તા.7ના રોજ મૂળ પડધરી તાલુકાના ફતેપર ગામના વતની અને હાલમાં રાજકોટ – મોરબી હાઇવે ઉપર જબલપુર ગામના પાટિયા પાસે આર્ય સ્કૂલ સામે ઝૂંપડાના રહેતા વિપુલભાઈ કરશનભાઇ ઝુંઝા તેમના માતા ખીમીબેન સાથે હરબટિયાળીથી પોતાના ઘેર જતા હતા ત્યારે નંબર વગરના કાળમુખા ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનો ડમ્પર ટ્રક ચલાવી વિપુલભાઈના બાઇકને ટક્કર મારતા બાઇકમાં બેઠેલા ખીમીબેન રોડ ઉપર પડી જતા ડમ્પરનું વ્હીલ ખીમીબેન ઉપર ફરી વળતા પુત્રની નજર સામે જ માતાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે વિપુલભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.