વિવિધ સુવિધાઓ સાથે ૯૦૦૦ ચો.મી. પરિસરમાં નિર્માણ પામેલ કોર્ટ બિલ્ડિંગનું શાસ્ત્રોકત વિધિ સાથે લોકાર્પણ કરાયું
ટંકારામાં ન્યાયાલયનાં પોતાનાં કોર્ટ બિલ્ડીંગનું નિમાર્ણ થતા તા. ૧૦ એપ્રિલ ગુરૂવારે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બિરેન વૈશ્ર્ણવજીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
રૂ. ૧૦.૨૦ કરોડના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી.ના વિશાળ કોર્ટ પરીસરમાં કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમાં ૨૨૫૬ ચો.મી.માં નિર્માણ પામ્યું છે. અહીં સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટ્સને બેસવાની વ્યવસ્થા સાથે નવું ન્યાય મંદિર આકાર પામ્યું છે. જેનું હાઈકોર્ટના ચિફ જસ્ટિસશ્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.
આ લોકાર્પણ પ્રસંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે, મોરબી નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, ડિસ્ટ્રીકટ જજ શ્રી દિલીપભાઈ મહિડા, મોરબી જિલ્લા સેન્સસ જજ શ્રી કમલ પંડ્યા, ડીવાયએસપી શ્રી સમીર સારડા, મામલતદાર શ્રી પી.એન.ગોર, ચીફ ઓફિસરશ્રી ગીરીશ સરૈયા, આર્યસમાજ સંસ્થાના આચાર્ય શ્રી રામદેવ શાસ્ત્રી, ગુરૂકુળના ઋષિકુમારો તથા બાર એસોસિયેશન-ટંકારાના પ્રમુખ શ્રી સંજયભાઈ ભાગીયા સહિતના વિવિધ હોદ્દેદારશ્રીઓ અને મોરબી વકિલ મંડળના પ્રમુખ શ્રી સી.પી. સોરીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




