Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદ પોલીસ દ્વારા ગુમ થયેલ યુવાનને શોધી આપવાનો સરાહનીય પ્રયાસ

હળવદ પોલીસ દ્વારા ગુમ થયેલ યુવાનને શોધી આપવાનો સરાહનીય પ્રયાસ

” પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે” એ સૂત્ર ને હળવદ પોલીસે ચરિતાર્થ કર્યું

હળવદ શહેરમાં ના વોર્ડ નંબર – ૭ પંચમુખી વિસ્તાર માં રહેતા વિજયભાઈ સુરેશભાઈ ઝીંઝુવાડીયા નામના યુવાન તેના પરિવારજનો સાથે કંઈક બાબતે રીસાઈને ગઈકાલે સાંજ થી ઘરે કહ્યા વિના બહાર નિકળી ગયો હતો. પરિવારજનો માટે આ ઘટના અત્યંત ચિંતાજનક બની હતી, કારણકે યુવાનનો મોબાઇલ પણ બંધ આવતો હોવાથી તેમના સંપર્કમાં આવવું અશક્ય બન્યું હતું. પરિવારજનો દ્વારા તુરંત જ હળવદ પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસે ઘટના ગંભીરતાપૂર્વક લીધી અને તરત જ યુવાનની શોધખોળ શરૂ કરી. સી.સી.ટી.વી ફૂટેજ, ટેકનિકલ સોર્સ ની મદદ અને મિત્રવર્તુળની માહિતીના આધારે પોલીસ ટીમ અને સામાજિક આગેવાનો અને પરિવારજનો દ્વારા યુવાન સુધી પહોંચવાની કોશિશ ચાલુ રાખી. સતત પ્રયાસો બાદ થોડા કલાકોમાં યુવાનને સુરક્ષિત સ્થિતિમાં શોધી કાઢવામાં આવ્યો યુવાન ધ્રાંગધ્રા તાલુકા ના હરીપર પાસે થી સહી સલામત મળી આવતા પરિવાર જનો એ રાહત નો શ્વાસ લીધો હતો

પોલીસ અને સામાજિક આગેવાનો એ યુવાનને સમજાવી અને સમાધાન કારક માર્ગદર્શન આપ્યું હતું પરિવારજનોની આંખમાં આંસુ હતા પણ એ ખુશીના હતા — કેમકે તેમનો ગુમ થયેલો પુત્ર હવે ફરી ઘરે પાછો ફર્યો હતો.

આ ઘટના હળવદ પોલીસની ચપળતા, જવાબદારી અને માનવીય લાગણીશીલતા દર્શાવે છે. આવી કામગીરી પોલીસ અને જનતાને વચ્ચે વિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે.

હળવદ પોલીસ અને સામાજિક આગેવાનો ના પ્રયાસોને સલામ છે, જેમણે એક પરિવારને ફરી ખુશીઓથી ભરેલો બનાવ્યો અને પોલીસ એ પ્રજા નો સાચો મિત્ર છે એ સૂત્ર ને ચરિતાર્થ કર્યું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments